વડોદરા : શહેરમાં સસ્તા અનાજની દુકાનના પરવાને દારૂએ યોગ્ય વળતર સહિતના પડતર પ્રશ્ને આગામી એક નવેમ્બરથી હડતાલ પર ઉતરવા માટે એલાન આપ્યું છે.જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થયેલા સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ શોષણ અને ભ્રષ્ટાચારની નીતિના વિરુદ્ધમાં સરકાર સામે બાંયો ચઢાવી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.સાથે પૂરતું વળતર આપવા સહિત ખોટી તપાસના નામે થતા ઉઘરાણા બંધ કરવા માંગ કરી હતી.