પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે કલોલ ભાજપ દ્વારા ગાયત્રી મંદિર ખાતે સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
Kalol City, Gandhinagar | Sep 17, 2025
પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે કલોલ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાયત્રી મંદિર ખાતે સેવા સપ્તાહ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કલોલ ભાજપના હોદ્દેદારો, કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ પણ રક્તદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે ઇન્ચાર્જ સવજીભાઈ પ્રજાપતિ જોડાયા.