બહુચરાજીમાં SBIના એટીએમમાં તસ્કરો ત્રાટક્યા એટીએમ તૂટી નહીં શકતાં લાખ્ખો રૂપિયાની  રોકડ રકમ બચી ગઇ
Mahesana City, Mahesana | Nov 1, 2025
બહુચરાજીમાં બહુચર માતાજીના મંદિર નજીક આવેલા સ્ટેટ બેન્કના એટીએમમાં વહેલી સવારે ઘૂસેલા ત્રણ તસ્કરોએ હથિયારોથી એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એટીએમ તોડી નહીં શકતાં સેફબોક્સમાં રહેલી અંદાજે રૂ.17થી 18 લાખની રોકડ રકમ બચી ગઇ હતી.