જામનગરના બેડી ધરારનગર વિસ્તારમાં રહેતા સલીમ ઇસ્માઈલભાઈ હાલેપોત્રા નામના 26 વર્ષના યુવાને પોતાના ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડવા અંગે નવાજ ઉમરભાઈ સમા અને તેના એક સાગરીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્તને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે