દિવ્યાંગતા મુક્ત ભારત અને માનવ સેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે અકસ્માત અથવા આકસ્મિક બીમારીમાં હાથ કે પગ ગુમાવનાર દિવ્યાંગ વ્યક્તિઓની રોજિંદી જીવનમાં પડતી મુશ્કેલીઓને નવી આશા આપવા માટે કૃત્રિમ હાથ–પગ અને કૈલિપર્સ વિતરણનો માનવતાભર્યો કાર્યક્રમ જૂનગાઢ તાલુકાના માખીયાળા ગામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૬૦થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો.