વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના મત વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેચાયું
વિસનગર તાલુકાના ખરવડા અને મગરોડા ગામમાં આશરે ૭૦ વર્ષથી કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જમીનના વેચાણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના મતવિસ્તારમાં બનેલી આ ઘટનાથી વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.