પાલનપુર વિદ્યામંદિર ખાતેથી ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા આજે મંગળવારે 5:30 કલાકે પ્રભાતફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર જોડાયા હતા અને આ પ્રભાતફેરી વિદ્યામંદિર થી મીરા ગેટ મીઠીવાવ ચંદ્રકાંત બક્ષી માર્ગ થઈ ચંદ્રકાંત બક્ષીના નિવાસ્થાને પહોંચી હતી જ્યાં ધારાસભ્ય દ્વારા ચંદ્રકાંત બક્ષી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ જહાનારા બાગ ખાતે પ્રભાત ફેરીની પૂર્ણાહુતિ થઈ હતી.