વિજયનગર: દઢવાવ ડામોર ફળિયા ખાતે 15 ફૂટ લાંબો અજગર ઝડપાયો
આજ રોજ સાજના સમય 9 કલાકે વિજયનગર તાલુકાના દઢવાવ ગામે ડામોર ફળિયામાં 15 ફૂટ લાંબો અને 65 કિલો વજન ધરાવતા અજગર ઝડપાયો હતો ખેડૂત ડામોર ઈશ્વરભાઈ વાલજીભાઈ ના ઘરની બાજુમાં અજગર જોવા મળતા વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી વન વિભાગ માંથી રોજમદાર જીતેન્દ્રભાઈ નીનામા ઘટના સ્થળે જઈ અજગરને પકડી સુરક્ષિત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો