વડાલી: શહેર પોલીસે મોબાઈલ ચોરી નો ભેદ ઉકેલ્યો એક આરોપી ને ઝડપ્યો.
૩૧મી ઓગસ્ટના રોજ વડાલી પોલીસ સ્ટેશનમાં ₹32,999ની કિંમતના મોબાઈલ ફોન ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા માટે વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે આ કેસમાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ (બાતમીદારો)ના સઘન ઉપયોગ દ્વારા તપાસ કરતા રસિક બચુંભાઈ બુબડીયા (રહે. નાડા ગામ, તા. પોશીના) ની ધરપકડ ગઈકાલે ચાર વાગે કરી હતી. ધરપકડ કરી ચોરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો છે.