વડાલી: હાથરવા ગામે જ્યોતિ ગ્રામની વીજ ડી. પી. માં આગ લાગી,સદનસીબે કોઈ મોટી જાનહાની નહિ.
વડાલીના હાથરવા જ્યોતિગ્રામ વીજ ડીપીમાં ગઈકાલે સાંજના છ વાગ્યા સુમારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આ ઘટનાને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને હાથરવા સહિત આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સદનસીબે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.વડાલી UGVCL ને જાણ કરાઈ.