સોનગઢ: વ્યારા નગરપાલિકાના પાણી પ્લાન્ટ મુદ્દે વિવાદ – કાઉન્સિલર નિમિષા તરસાડિયાનાં પતિ હેમંત તરસાડિયા અને સ્થાનિકોમાં બોલાચાલી
Songadh, Tapi | Oct 31, 2025 તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં પાણીનો પ્લાન્ટ સ્થાપિત થવા જઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક રહીશો વચ્ચે વિરોધના સ્વર ઉઠ્યા છે. સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું કે જે કોમન પ્લોટનો ઉપયોગ પ્રસંગોપાત માટે થતો હતો, તેમાં પાણીનો પ્લાન્ટ મૂકવાથી સૌ માટેની સુવિધા ખોરવાશે. આ મુદ્દે નગરપાલિકાના કાઉન્સિલર નિમિષા તરસાડિયાનાં પતિ હેમંત તરસાડિયા અને સ્થાનિક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે.