શિક્ષણ સમાજનું ભવિષ્ય ઘડવાનું કાર્ય છે. નોલેજ વેલી ફાઉન્ડેશન દ્વારા પાલનપુર ખાતે આયોજિત ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન 2026 સમારંભમાં NEP 2020 મુજબ ઉત્તમ કામગીરી માટે 2121 શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ સમારંભમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલાના વારિસ ભટ્ટા અને નવાગામ પ્રાથમિક શાળાના શ્રીમતિ રેશ્માબેન ભટ્ટાને ગુજરાત સારસ્વત સન્માન 2026 એવોર્ડ પ્રાપ્ત થયો. તેમની સિદ્ધિથી શાળા પરિવાર અને સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી જોવા મળી.