કેશોદ: કેશોદ પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો
કેશોદ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યોજાયો હતો. પોલીસ સ્ટેશનના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા 30 જેટલા કર્મચારીઓની તાજેતરમાં બદલી થતાં, તેમના સન્માનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન પી.આઈ. જાદવ અને પી.એસ.આઈ. ઓડેદરાએ દરેક કર્મચારીને શુભેચ્છા પાઠવી, તેમજ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સેવાભાવ માટે પ્રશંસા વ્યક્ત કરી.આ વિદાય સમારંભ દરમિયાન સહકર્મચારીઓએ પણ મીઠી યાદો તાજી કરી અને નવા સ્થળે જતાં સાથીઓને શુભકામના પાઠવી હતી