માણાવદર તાલુકાના બાંટવા શહેરમાં શીખ સમુદાય અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંયુક્ત રીતે 'વીર બાલ દિવસ'ની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબઝાદાઓના સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સાહિબઝાદાઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.