વલ્લભીપુર: લોકસભાની ચૂંટણી પૂરી થયાને 15 મહિના વિતી ગયા છતાં ચૂંટણીમાં રોકાયેલા ખાનગી વાહનો માલિકોને ભાડું ન ચૂકવવાતા રોષ
આજે તારીખ 24 સપ્ટબેરના બપોરે 1 કલાકે ભાવનગર 26 લોકસભા મતવિસ્તાર નીચે આવતા વલભીપુર તાલુકામાં ચૂંટણી સમયે તંત્ર દ્વારા રોકવામાં આવેલ ખાનગી વાહનોને આજદિન સુધી નિયમ અનુસાર ભાડું ચૂકવવામાં આવેલ ન હોય ખાનગી વાહન માલિકોમાં કચ્છ વટ ફેલાયો હતો જેના કારણે આજે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો