સુરત: લીંબાયતના આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કથિત ખંડણીના કેસમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના ગુનામાં જામીન મળ્યા બાદ, જેલની બહાર નીકળતા જ લીંબાયત પોલીસે તેમની ફરીથી અટકાયત કરી છે.શ્રવણ જોશી ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ખંડણીના કેસમાં જામીન પર મુક્ત થયા હતા. જોકે, તેઓ લાજપોર જેલના કેમ્પસમાંથી બહાર આવે તે પહેલા જ લીંબાયત પોલીસે તેમની અન્ય એક ગુનામાં અટકાયત કરી લીધી હતી.