સીંગવડ: સીંગવડ તાલુકાના મોટા આંબલિયા અને મલેકપુરમાં SBM સ્ટાફ દ્વારા જિયોટેક તથા સોશિયલ ઓડિટ કરાયું
Singvad, Dahod | Nov 29, 2025 આજે તારીખ 29/11/2025 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં સીંગવડ તાલુકાના મોટા આંબલિયા ગામ અને મલેકપુર ગ્રામ પંચાયત ખાતે આજ રોજ SBM સ્ટાફ દ્વારા જિયોટેક કામગીરી સાથે સોશિયલ ઓડિટનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમ્યાન ગામમાં ચાલી રહેલી સ્વચ્છતા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું. જિયોટેક પ્રક્રિયા દ્વારા સ્વચ્છતા સુવિધાઓની સ્થિતિ, ઉપયોગ અને વ્યવસ્થાની વિગતોનું ડિજિટલ દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું.