જૂનાગઢ: જુનાગઢ SOG એ ઝડપી પાડેલ શિષ્યવૃત્તિ કૌભાંડના ચાર આરોપીઓ છ દિવસના રિમાન્ડ પર,ડીવાયએસપીએ આપી માહિતી
જૂનાગઢમાં વિદ્યાર્થીઓના નામે અનુ.જાતી કલ્યાણ કચેરીમાંથી સરકારના નિયમ અન્વયે મળવાપાત્ર શિષ્યવૃત્તિ રકમ મેળવવા ખોટા દસ્તાવેજ બનાવી સાચા તરીકે રજુ કરીને આશરે ૨૨૪૫ જેટલા વિદ્યાર્થીઓના નામે રૂ.૪,૬૦,૩૮.૫૫૦ ની મસમોટી રકમ મેળવીને ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાની જુલાઈ ૨૦૨૩ માં ફરિયાદ કરવામાં આવી હતી, જે કેસમાં એસઓજી દ્વારા ચાર શખ્સોની ધરપકડ કરીને છ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સરકારી કચેરીના અધિકારી, કર્મીઓની પણ સંડોવણી અંગે તપાસ થશે.