બી ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે બે વાહનોને રોકી તપાસ કરતા તેમાંથી 5000 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. વાહન ચાલકો પાસે આ જથ્થા અંગેના કોઈ આધાર- પુરાવા ન મળતા પોલીસે કિશનભાઈ શંકરભાઈ મહેશ્વરી અને મહેશભાઈ બુધારામ સીજુની ધરપકડ કરી, બે વાહનો સહિત કુલ .6.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી બી ડીવીઝન પીઆઇ એસ.વી.ગોજીયા, પીએસઆઇ એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.