મુન્દ્રા: ઠગાઈના ગુનામાં નાસતો રાજસ્થાનનો આરોપી જબ્બે
Mundra, Kutch | Sep 21, 2025 મુંદરા પોલીસ મથકમાં નોંધાયેલા વિશ્વાસઘાત-ઠગાઈના ગુનામાં નાસતા-ફરતા આરોપીને મુંદરા પોલીસે રાજસ્થાનથી પકડી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, મુંદરાથી હાઈડ્રો કાર્બન ઓઈલ ભરીને હૈદરાબાદ ખાતે ગયેલા આરોપી ધર્મારામ ધમુરામ પ્રજાપતિએ 3.29 લાખનું ઓઈલ કાઢી સગેવગે કર્યું હતું. આ ગુનો આચર્યા બાદ તે ધરપકડથી નાસતો-ફરતો હતો. દરમિયાન, તે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં પોતાના ઘરે હોવાની મળેલી પૂર્વ બાતમીના આધારે હાથ ધરાય