પાદરા: પાદરા શહેર માં રોડ રસ્તાઓ પર પડેલા ખાડાઓ ને લઈને આજે પાદરાના જાગૃત યુવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
Padra, Vadodara | Sep 19, 2025 પાદરા શહેર થી જાસપુર તરફ જવા ના રસ્તા પર છેલ્લા ઘણા સમય થી મસમોટા ખાડાઓ પડી ગયા છે જેને પગલે રહીશો ને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. જેને લઈને આજે પાદરા ના યુવાનો અને કેટલાક સામાજિક આગેવાનો દ્વવારા વિરોધ કરવામાં આવ્યો હતો. એક જ ચાલે ખાડા ચાલે ના સુત્રોચાર સાથે પાદરા ના જાસપુર રોડ થી મોરચા સ્વરૂપે લોકો નીકળ્યા હતા અને પાદરા માલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે પહોંચી ને વિરોધ નોંધાવી ને આ રસ્તા ને વહેલી તકે બનાવવાની માગ કરી હતી.