વડોદરા: તરસાલી બાયપાસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટ્રક ભટકાતા વિચિત્ર અકસ્માત,કેબિનમાં કચડાઈ જતા ચાલકનું મોત
વડોદરા : તરસાલી બાયપાસ બ્રિજ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રકના ચાલકે પૂર ઝડપે હંકારી લાવીને હાઇવે પર ઉભેલી અન્ય ટ્રકના પાછળના ભાગે અથડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.જેને ગંભીર ઈજા પહોંચવાના કારણે ટ્રક ચાલક 43 વર્ષીય હારુન શેખનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ફાયબ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.