પદ્ધર પાસે 42 વર્ષીય યુવાને લીમડાના ઝાડમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો મૂળ પદ્ધર હાલે આદિપુરમાં રહેતા 42 વર્ષીય ભરતભાઈ કાનજીભાઈ કોઠીવારે પદ્ધર નજીક જાગૃત હનુમાન મંદિર પાસે લીમડાના ઝાડમાં દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. 11 માર્ચના રોજ બનેલી આ ઘટના પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.