વડોદરા શહેરના વોર્ડ 12 માં આવતા મુજમહુડા વિસ્તારમાં પાલિકાના પાપે પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણી નો વેડફાટ થઈ રહ્યો છે છતાં પાલિકાના પેટનું પાણી હાલવા તૈયાર નથી.ઉલ્લેખનીય છે કે અહીંના સ્થાનિક લોકો તેમજ કોંગ્રેસના આગેવાન રાકેશ ઠાકોર ધ્વારા વોર્ડ કક્ષાએ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પાલિકા ધ્વારા આ ભંગાણ નું સમારકામ કરવામાં નથી આવી રહ્યું.