જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લેતા ગોપાલ ઈટાલીયા
જૂનાગઢ જિલ્લા એપીએમસીમાં ખેડૂતના પરસેવાના કરોડો રૂપિયા ખર્ચીને ખેડૂત ભવન બનાવવામાં આવ્યું છે પરંતુ બહારગામથી આવતા ખેડૂતોને તેમાં આરામ કરવા દેવામાં આવતો નથી તેવી ખેડૂતો તરફથી રજૂઆત મળેલ છે. જૂનાગઢ જિલ્લા એપીએમસીમાં વેપારીઓને પણ યેનકેન રીતે દબાવવામાં આવતા હોવાની વાત જાણવા મળી છે. એપીએમસીમાં ચાલતા ભ્રષ્ટાચાર કે શોષણ વિરુદ્ધમાં અવાજ ઉઠાવનાર વેપારીના લાયસન્સ કેન્સલ કરી નાખવાની તાનાશાહીની પણ માહિતી મળી છે.