જલાલપોર: નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ચીખલીમાં જે ઘરની નુકસાન થયું છે તેમના માટે 2500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા
નવસારી જિલ્લા સહિત તાલુકામાં જે વાવાઝોડું આવ્યું હતું અને ચીખલીમાં જે ઘરોને નુકસાન થયું છે તેમના પરિવાર માટે નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં 150 જેટલી અનાજની કીટ અને 2500 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ત્યાં પહોંચાડ્યું હતું અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.