મહેમદાવાદ: વાવફળિયા વિસ્તાર પાસે આખલાઓ બાખડતા એક આખલો પંચકુટી વાવમા પડી જતાં તેનું કરુણ મોત નીપજતા નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ
મહે. વાવફળિયા વિસ્તાર પાસે આખલાઓ બાખડતા એક આખલો પંચકુટીવાવમા પડી જતાં તેનું નીપજયું કરુણ મોત. ત્યારે આ ભારે વજન વાળા મૃત આખલાને વાવમાંથી બહાર કાઢવા મહે. નગરપાલિકાના પ્રશાંતભાઈ, સલીમભાઈ તૅમજ ટીમ દ્વારા જેસીબી, ટ્રેકટર તૅમજ ક્રેન જેવા ભારે સાધનોની મદદથી મહાજહેમતે આ મૃત આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ અંતમાં સમી સાંજે આ મૃત આખલાને ટ્રેકટરમાં નદી કિનારે લઇ જઈ મોટો ખાડો ખોદી તેને દફન કરી અંતિમવિધિની કામગીરી હાથ ધરવામાં આવી હતી.