ઉમરાળા: ટીંબી ગામે નિર્દોશાનંદ માનવસેવા હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે ઉમરાળાના ટીંબી ગામે નિર્દોશાનંદ માનવસેવા હોસ્પિટલ ખાતે તાલુકા ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી , આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ આહીર , રસિકભાઈ ભિંગડિયા, રોહિત બગદરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .