હાલોલ: હાલોલ તાલુકાના વરસડા ચોકડી પાસે બે બાઈકો વચ્ચે સર્જાયો અક્સ્માત,બન્ને બાઇક સવાર થયા ઇજાગ્રસ્ત
હાલોલના વરસડા ચોકડી પાસે તા.23 ડિસેમ્બર મંગળવારના રોજ સાંજના સમયે બે બાઈકો વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં બન્ને બાઈક સવારોને ઈજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમા બાઇક ચાલક ગણપતભાઈ રાઠવાને હાથ તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા.જ્યારે બુલેટ ચાલક કમલેશ પરમારને માથામા ઈજાઓ પહોચતા રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી