છોટાઉદેપુર: ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
17 મી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી સેવા પકવાડીયાને ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, ગ્રામરક્ષક દળ મહિલા કમાન્ડર, જિલ્લા ભાજપના મંત્રી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.