વિસનગર: સવાલાની હરિઓમ બિલ્ડર્સ કંપનીમાં મધરાતે લૂંટનો નિષ્ફળ પ્રયાસ
વિસનગર તાલુકાના સવાલા ગામે આવેલી હરિઓમ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારની મધરાતે લૂંટના ઇરાદે ૭ જેટલા અજાણ્યા શખ્સોએ રૂમનો દરવાજો તોડીને ઘૂસી જઇ કર્મચારીઓ પર ઘાતક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શખ્સોએ ફેક્ટરીના સુપરવાઇઝર સહિત બે કર્મચારીઓને માર મારી, પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. જોકે, ફેક્ટરીમાંથી કંઇ ન મળતાં આ લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે કંપનીના મેનેજરે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.