સાવલી / વડોદરા — સાવલી તાલુકાના ભાદરવા ગામમાં આજે દેશભક્તિનો જીવંત માહોલ જોવા મળ્યો. ગામના યુવાન કર્ણરાજસિંહ વાઘેલા ભારતીય સેનાનું ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા ગામજનો એ ભવ્ય સ્વાગત યાત્રાનું આયોજન કર્યું. ભાદરવા ગેટથી અંબાજી મંદિર સુધી ઢોલ-નગારા, બૅન્ડ અને દેશભક્તિના સૂત્રોચ્ચાર વચ્ચે કર્ણરાજસિંહનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. રસ્તાના બંને બાજુ ગામજનો ઊભા રહી ફૂલોની વર્ષા કરી રહ્યા હતા, જ્યારે યુવાનો હાથમાં તિરંગા લહેરાવી ઉમંગ અને ઊ