જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર મોરકંડા ગામના પાટીયા પાસે વધુ એક હિટ એન્ડ રન બનાવ બન્યો હતો, અને રસ્તો ક્રોસ કરી રહેલા એક રાહદારીનું ટ્રક હેઠળ ચગદાઈ જતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે આ બનાવ અંગે મૃતકના પુત્ર રવિ રમેશભાઈ કંબોયાએ પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ. ડી.જી. ઝાલા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.