રાજકોટ પૂર્વ: રાજકોટમાં દિવાળીની રાત્રે 125 સ્થળે આગ લાગી
રાજકોટમાં દિવાળીની રાત્રે શહેરના અલગ અલગ 125 સ્થળોએ આગ લાગ્યાના કોલથી ફાયરબ્રિગેડની ટીમ આગ બુજાવવા માટે સતત દોડતી રહી હતી. દિવાળીનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર છે ત્યારે ઠેર ઠેર લોકો રોશનીની તહેવારને ધામધુમથી ઉજવ્યો હતો. ત્યારે રાજકોટમાં આ ખુશીના તહેવારમાં ફટાકડા ફોડતા કેટલીક જગ્યાઓએ આગના બનાવો બન્યા હતાં. રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે 125 બનાવો બન્યા હતાં. જો કે સદનશીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થઈ ન હતી.