વડોદરા: ડિવિઝનલ રેલ્વે મેનેજરે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની મુલાકાત લીધી, મુસાફરો પાસેથી સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો
વડોદરા : ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકેએ આજે પ્રતાપનગર સ્ટેશનની મુલાકાત લીધી અને પ્રતાપનગર-કટિહાર અનરિઝર્વ્ડ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનના મુસાફરો પાસેથી સુવિધાઓ અંગે પ્રતિભાવ લીધો.તહેવારો દરમિયાન સ્પેશિયલ ટ્રેનના સંચાલનથી મુસાફરોએ પીએમ અને રેલ્વે મંત્રીનો આભાર માન્યો. મુસાફરોએ સ્ટેશન પર ટિકિટિંગ અને પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગની પ્રશંસા કરી હતી.