મુળી: સરા ગામે પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઈ
મુળી તાલુકાના સરા ગામે મોરબી દરવાજાથી એસબીઆઇ બેન્ક સુધીનો રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર્ક હોવાના લીધે અને રજૂઆત બાદ અંતે 15 માં નાણાપંચમાંથી પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી શરૂ થતા સ્થાનિક ગ્રામજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો