ઉધના: સુરતના રેલવે સ્ટેશન પર ૧૧.૯૯૦ કિલો ગાંજા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો
Udhna, Surat | Oct 7, 2025 સુરત રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસ અને RPF ના સંયુક્ત ઓપરેશનમાં ૧૧.૯૯૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કબ્જે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. ૧,૨૫,૧૦૦/- આંકવામાં આવી છે.તા. ૦૬/૧૦/૨૦૨૫ના રોજ સુરત રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનોના પેસેન્જરો પર નજર રાખી રહી હતી. આ દરમિયાન પ્લેટફોર્મ નંબર-૦૧ પર 'દોડ-ગ્વાલીયર એક્સપ્રેસ' ટ્રેન આવીને ઊભી હતી.આ ટ્રેનમાંથી એક ઈસમ ઉતરીને પોલીસ ચોકીની સામે પસાર થઈ રહ્યો હતો.