પાદરા: પાદરા તાલુકાના સાંઢા ગામે નવરાત્રીની આઠમના દિવસે ભાથીજી મહારાજ મંદિર ખાતે ભવ્ય ભંડારાનું આયોજન
તારીખ : 30/09/2025, પાદરા તાલુકો – નવરાત્રીના પાવન પર્વ પર પાદરા તાલુકાના સાંઢા ગામે ધાર્મિક કાર્યક્રમોનો રંગ ચઢ્યો હતો. ગામના આસ્થા કેન્દ્ર એવા શ્રી ભાથીજી મહારાજના મંદિરે વર્ષોથી ચાલતી આવી રહેલી પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રીની આઠમના દિવસે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.