સમગ્ર દેશ આજે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના દેગામ ખાતે તાલુકા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશના આ ગૌરવશાળી પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પ્રાંત અધિકારી મિલન રાવની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.