સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ફ્લાય ઓવરબ્રીજ નીચે કરવામાં આવી રહેલા દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જે અન્વયે ગુરુવારે સુરતના અડાજન વિસ્તારમાં ફ્લાય ઓવરબ્રિજ નીચે પણ મોટા પ્રમાણમાં કરાયેલા દબાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા લારઇ,ગલ્લા સહિતના મોટા પ્રમાણમાં દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.આ કામગીરી વચ્ચે પાલિકાનો એક કર્મચારી પુષ્પા લૂકમાં જોવા મળ્યો હતો.જેને લોકોનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રિત કર્યું હતું.