જિલ્લા કલેકટર મિહિર પટેલે પાલનપુર ખાતેથી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો
Palanpur City, Banas Kantha | Jun 26, 2025
વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે આજે ગુરુવારે સવારે 8 વાગ્યા આસપાસ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ પાલનપુરની શ્રી એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા તથા સ્વસ્તિક પ્રાથમિક શાળા ખાતેથી નાના ભૂલકાંઓને આવકારીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.