કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકની હદમાં આવેલા ગોધરાના ચાચપુર ગામે રહેતા પાયલબેન કલ્પેશભાઈ સોલંકી દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓ બુધવારે સાંજના સમયે આંગણવાડીના તેડાગર બહેન સાથે વાત કરતા હતા ત્યારે સર્જનસિંહ સાલમસિંહ સોલંકી તેના ઘરમાંથી બહાર આવી ગાળો બોલી તુ અહીંયા કેમ આવી તેમ કહી ઉશ્કેરાઈ જઈને ધક્કો મારી દેતા મહિલાને કમરના ભાગે અને પગના અંગૂઠા પર ઈજાઓ પહોંચી હતી તે સમયે તેઓના પતિ કલ્પેશભાઈ આવી જતા ઝઘડો કેમ કર્યો છે તેવુ કહેતા તેઓને પણ ગાળ