ચીખલી: ચીખલીમાં કરોડોની જમીનના બનાવટી
દસ્તાવેજો ₹1.51 કરોડથી વધુની છેતરપિંડી, 4 આરોપીઓ સામે ગુનો દાખલ
ચીખલી ખાતે જમીન વેચાણના બહાને ₹1.51 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે. એક નિવૃત્ત વેપારીને વિશ્વાસમાં લઈ નવસારી અને વલસાડની ચાર જમીનો પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે ચીખલી પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.