ખેરાલુ: ખેરાલુ વડનગર પાલિકાના ઈજનેરોની બદલી
પાલિકા તરફથી મળેલી જાણકારી મુજબ ખેરાલુના પાલિકા ઈજનેર વી.આર ચૌધરીની ઉમરગામ ખાતે બદલી કરાઈ છે જ્યારે એમની જગ્યાએ ઠાસરાથી વીપી પ્રજાપતિને ખેરાલુ મુકવામાં આવ્યા છે તો બીજીતરફ વડનગરના પાલિકા ઈજનેર એન.બી પ્રજાપતિની પાટણ પાલિકામાં બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બદલી અને બઢતીના દોર ચાલી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાની ખેરાલુ વડનગર અને વિજાપુર પાલિકાના ઈજનેરોની બદલી થવા પામી છે.