લખપત: દયાપરમાં જૂની અદાવતમાં બે જુથ બાખડ્યા, 3 ઘાયલ થયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી
Lakhpat, Kutch | Sep 22, 2025 લખપત તાલુકાના દયાપર ગામમાં સરદાર હોટેલ ત્રણ રસ્તા પાસે જુની અદાવતમાં બે જુથ બાખડયા હતા જેમાં ત્રણ ઘાયલ થયા તેમજ બન્ને પક્ષની સામસામી ફરિયાદના આધારે 5 સામે દયાપર પોલીસે ગુનો નોંધ્યો હતો. લખપતના નાની વીરાણી રહેતા જામ અલ્લાવર્યા જતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, શનિવારે સવારે પોણા નવ વાગ્યે દયાપર ત્રણ રસ્તા પાસે સરદાર હોટલ નજીક હતા ત્યારે બીટીયારી ગામના કરફલ જુસબ જત અને લાલખાન લુકમાન જતે આવી જુની અદાવતમાં બોલાચાલી કર્યા બાદ લાલખાને