ધાનેરા: ધાનેરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી: ટ્રેક્ટરો સાથે રેલી બાદ જાહેર સભા યોજાઈ
કોંગ્રેસ દ્વારા ધાનેરા ખાતે જન આક્રોશ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ટ્રેક્ટરો પણ જોડાયા હતા.રેલી નેનાવા ત્રણ રસ્તા પર સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરીને જાહેર માર્ગો પરથી પસાર થઈ લાલચોક પહોંચી હતી. લાલચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.