પલસાણા: ચલથાણમાં ફાઇલેરિયા મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ : પોંડિચેરીની ICMR-VCRC ટીમે શરૂ કરી ઘરે-ઘરે તપાસ
Palsana, Surat | Nov 20, 2025 પોંડિચેરી સ્થિત ICMR-વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC)ની વિશેષ ટીમે સૂરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે ઘરે-ઘરે જઈને લિમ્ફેટિક ફિલેરિયાસિસ (હાથીપગા રોગ)નું સર્વેક્ષણ શરૂ કર્યું છે. ભારત સરકારના “ફાઇલેરિયા મુક્ત ભારત” અભિયાન હેઠળ વર્ષ ૨૦૨૭ સુધી દેશને આ રોગમુક્ત કરવાનો સંકલ્પ છે. આ માટે ચલથાણ ગામમાં ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે (TAS) હાથ ધરાયું છે.VCRCની ટીમ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા દરમિયાન ઘરે-ઘરે જઈને ૫ વર્ષથી મોટી ઉંમરના લોકોની તપાસ થશે.