પલસાણા: પલસાણા પોલીસે કેસરી નંદન પંપ પાસેથી ₹7.87 લાખથી વધુનો વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી, એકને વોન્ટેડ જાહેર કર્યો
Palsana, Surat | Nov 19, 2025 એક હુન્ડાઇ વેન્યુ કાર નંબર GJ 05 RK 0311 માં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરીને સચિન થઈ સુરત જઈ રહ્યો છે તેવી બાતમી આધારે પલસાણા ગામની સીમમાં આવેલ કેસરી નંદન પેટ્રોલ પંપની સામે બારડોલી થી સચીન તરફ જતા રોડ ઉપર વોચમાં બેઠા હતા દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કાર માંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીંશ દારૂની કુલ નાની મોટી બાટલો નંગ 588 જેની કિંમત રૂપિયા 2, 86, 800 મળી કુલ્લે રૂપિયા 7, 87, 300, ના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો.