વડોદરા પશ્ચિમ: વરસાદને પગલે ઓફિસ અને સ્કૂલ-કૉલેજ જતા લોકોને મુશ્કેલી પડી
અલકાપુરી,મંજલપુર,સમા,ગોરવા,વાઘોડીયા રોડ સહીત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, વરસાદને પગલે વહેલી સવારે ઓફિસ અને સ્કૂલ-કૉલેજ જતા લોકોને વરસાદના ઝપટાનો સામનો કરવો પડ્યો હતો, ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 થી 36 કલાકમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યારે સતત પડતા કમોસમી વરસાદે નાગરિકો અને ખેડૂતો બંનેને મુશ્કેલીમાં મૂકી દીધા છે.