ખેરગામ: ખેરગામના ગૌરી ગામેસરપંચની કરિયાણાની દુકાનના તાળા તૂટ્યા
ખેરગામ તાલુકાના ગૌરી ગામે નિશાળ ફળિયામાં આવેલી સરપંચ પ્રકાશભાઈ પટેલની અનાજ કરિયાણાની દુકાનમાં શટરનું તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશી રોકડ રકમ ચોરી કરી ગયા હોવાની ફરિયાદ અરજી સરપંચ પ્રકાશ પટેલે ખેરગામ પોલીસ મથકમાં આપી હતી. આ સિવાય નજીકમાં આવેલી ચાની લારી અને અન્ય એક દુકાનમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.